🔥 TRENDING સુરત મહાનગરપાલિકા 'સેવા સેતુ' કાર્યક્ર... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય... અમરેલીમાં સાંસદ અને રાજ્ય મંત્રી સાથે... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... NPCIL starts fuel loading for 700 MW U...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરમાં 'તાલુકા સેવા સદન'નું લોકાર્પણ..
Local

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરમાં 'તાલુકા સેવા સદન'નું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 12:26 AM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર તાલુકાની જનતાને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી આધુનિક સુવિધાઓ ધરાવતા તાલુકા સેવા સદનનું ઉદઘાટન કરવામાં આવ્યું..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે મહેસૂલ વિભાગ હેઠળના ‘તાલુકા સેવા સદન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ નવા સેવા સદનના ઉદઘાટનથી પ્રશાસનિક કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત આ તાલુકા સેવા સદન અત્યંત આધુનિક છે અને તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઈમારતનું નિર્માણ જનતાની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે..

આ સેવા સદન કાર્યરત થવાથી ગાંધીનગર તાલુકાની જનતાને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. જેના કારણે નાગરિકોને હવે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને તેઓ સરળતાથી, ઝડપી તેમજ સુવ્યવસ્થિત રીતે સરકારી સેવાઓનો લાભ લઈ શકશે.
📲Get App