🔥 TRENDING અમરેલીમાં જીવલેણ હુમલાના આરોપી પર નાસત... Police Seize 35 Boxes of Illegal Explo... મહેસાણા તાલુકાના ખેરવા ગામે ખેરવા જાયન... Life‑sentence inmate roams Thailand fo... ખાંભાના ડેડાણ ગામમાં યુવકને માર માર્યા... Wife Stabs Husband to Death in Domesti...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં વરસાદે વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી, વિસ્તારમાં વીજળી ખોરવાઈ
Local

ભરૂચમાં વરસાદે વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી, વિસ્તારમાં વીજળી ખોરવાઈ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 13 Sep 2026, 07:35 PM 👁 69
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના વોર્ડ નં. 9માં વરસાદી માહોલમાં વૃક્ષ પડતાં વીજ પોલ પણ ધરાશાયી થયા છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

ભરૂચ શહેરના વોર્ડ નં. 9માં આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક ગાયત્રી નગર વિસ્તારમાં વરસાદી માહોલમાં વૃક્ષ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં વૃક્ષ પડતાં નજીકના વીજ પોલ પણ પડી ગયા હતા.

વીજ પોલ ધરાશાયી થવાને કારણે ગાયત્રી નગર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બીજી તરફ, વિસ્તારમાં જર્જરિત ઇમારતોને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App