🔥 TRENDING उज्जैन महाकाल मंदिर में श्रद्धालुओं को... बच्चों की पढ़ाई देखकर खुश हुए सीबीईओ स... गंजाम जिले के भंजानगर में घरों के नीचे... छठ पूजा श्रद्धालुओं को आ सकती है परेशा... आज सुहाग पर्व से त्यौहारों की शुरुआत,... लोणावळ्यात वाहतूक नियम मोडणाऱ्या ५१ वा...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સરકારી ક્વાર્ટરમાં ડુપ્લિકેટ દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ
Crime

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સરકારી ક્વાર્ટરમાં ડુપ્લિકેટ દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Sep 2026, 08:25 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરના હાદાનગર રેલવે કોલોનીમાં LCBએ રેડ કરીને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી છે. આ ઘટનામાં રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ ફરી એક વખત ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ છે. હાદાનગર રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં લીકર કંટ્રોલ બ્રાન્ચ (LCB) દ્વારા રેડ કરવામાં આવી હતી.

પોલીસે અહીંથી વિદેશી દારૂના ચપટા, ઈમ્પિરિયલ બ્લુની બોટલના સ્ટીકરો અને બોટલોને સીલ પેક કરવા માટેના મશીનો મળી આવ્યા છે. આ દરમિયાન રેલવે કર્મચારી સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આ ઘટનામાં મુદ્દામાલ કબજે કરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App