धर्म
મુખ્ય ચુકાદો: જુના કાયદા (બોમ્બે પબ્લિક ટ્રસ્ટ) હેઠળ નોંધાયેલું મુસ્લિમ ટ્રસ્ટ,વકફ એક્ટની કલમ ૪૩ મુજબ "વકફ" જ ગણાશે.
૨૦૧૧ માં વકફ બોર્ડના સીઇઓ દ્વારા પત્ર વ્યવહાર એ કલમ ૪૦ હેઠળ કોઈ સઘન તપાસ બાદ લેવાયેલો વિધિવત નિર્ણય નહોતો. પરંતુ માત્ર એક પત્ર હતો. તેથી વકફ બોર્ડ દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર અને ટ્રીબ્યુનલનો આદેશ કાયદાકીય રીતે યોગ્ય છે. કારણ છે આ ટ્રસ્ટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધિકારક્ષેત્રમાં આવેલ છે.
જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણી ની ખંડપીઠ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ટ્રીબ્યુનલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. "મુસ્લિમ કુરાન ફરોઝ જમાત ટ્રસ્ટ" ની આપના સામાન્ય કલ્યાણ અને શિક્ષણના હેતુથી કરવામાં આવી હતી જે તા.૧૫.૧૦.૧૯૫૭ ના રોજ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ' બી ' કેટેગરીમાં મુસ્લિમ ટ્રસ્ટ તરીકે નોંધાયેલું હતું...... ૧૯૯૫માં વકફ એક્ટ અમલમાં આવ્યા બાદ આ ટ્રસ્ટનો રેકોર્ડ વકફ બોર્ડને તબદીલ કરાયો હતો..... આ ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે વકફ એક્ટની કલમ ૪૩ મુજબ , જો કોઈ ટ્રસ્ટ વકફ કાયદાના અમલ પહેલા નોંધાયેલું હોય તો તેને ફરીથી વકફ એક્ટ હેઠળ નોંધાવાની જરૂર નથી અને તે નોંધણી વકફ એક્ટ હેઠળ થયેલી જ ગણાશે..... ૨૦૧૧ માં વકફ બોર્ડના સીઇઓ દ્વારા પત્ર વ્યવહાર એ કલમ ૪૦ હેઠળ કોઈ સઘન તપાસ બાદ લેવાયેલો વિધિવત નિર્ણય નહોતો. પરંતુ માત્ર એક પત્ર હતો. તેથી વકફ બોર્ડ દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર અને ટ્રીબ્યુનલનો આદેશ કાયદાકીય રીતે યોગ્ય છે. કારણ છે આ ટ્રસ્ટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધિકારક્ષેત્રમાં આવેલ છે.