🔥 TRENDING Brad Pitt Returns as Cliff Booth in Ne... Cliff Booth to star as studio fixer in... New Trailer of ‘Pehla Pyaar Doosri Baa... Gold Prices for 22‑ and 24‑Carat Gold... SIT Submits Updated Charge Sheet in Ra... Kharge Ridicules BJP's Vande Mataram R...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ઓલપાડમાં ડમ્પર અને એક્ટિવા અથડામણ, યુવતીનું ઘટનાસ્થળે મોત
Crime

સુરતના ઓલપાડમાં ડમ્પર અને એક્ટિવા અથડામણ, યુવતીનું ઘટનાસ્થળે મોત

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 03:42 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ-દેલાડ રોડ પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 28 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં યુવતીનું શરીર ડમ્પરના ટાયરમાં અડફેટે લઈ જતાં રોડ પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા છે.

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ-દેલાડ રોડ પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 28 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ ભયાનક અકસ્માત બાદ ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા અને વેરવિખેર યુવતીના શરીરના ભાગોને પગલે લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જોવા મળી રહ્યું છે કે યુવતીનું શરીર ડમ્પરના આગળના ટાયરમાં અડફેટે લીધા બાદ પાછળના ટાયરમાં ખેંચાયું હતું. જેને પગલે રોડ પર લોહીના લિસોટા અને માંસના લોચેલોચા પડ્યા હતા, જેથી દ્રશ્યોને જોઈને લોકોમાં ભારે ભય અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.
📲Get App