🔥 ट्रेंडिंग फ़िल्म 'राम और लीला' का नया गीत 'गब्रू... साहिबगंज के बरहरवा प्रखंड में उत्क्रमि... स्रीलता का नया गीत 'इदुपु कायिथम' टाइम... एनजीए के दौरान न्यूयॉर्क में पीएम शरीफ... गोवा में सितंबर की बारिश का घाटा राष्ट... समीरा रेड्डी ने गोवा में परिवार के साथ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નામ ભૂલાયા હશે... ઈતિહાસ નહીં! વર્ષો બાદ મીઠાચોકના રાજાનો એવો ધમાકેદાર કમબેક કે આખું ઝાલોદ બોલી ઊઠ્યું — ‘ડંકા કલ ભી બજતા થા... ઔર આજ ભી બજતા હૈ!’”

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 11 सित. 2026, 11:45 AM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“નામ ભૂલાયા હશે... ઈતિહાસ નહીં! વર્ષો બાદ મીઠાચોકના રાજાનો એવો ધમાકેદાર કમબેક કે આખું ઝાલોદ બોલી ઊઠ્યું — ‘ડંકા કલ ભી બજતા થા... ઔર આજ ભી બજતા હૈ!’”

1987ની પરંપરાનો ભવ્ય પુનરાગમન : 13 ફૂટના ગણપતિ દાદા, 108 દિવડાની મહાઆરતી, ડોક્યુમેન્ટરી ફિલ્મ, આકાશી આતશબાજી અને ધાર્મિક ભજનોની રમઝટ વચ્ચે મીઠાચોક મિત્ર મંડળે સર્જ્યો ભક્તિ અને ભવ્યતાનો ઈતિહાસ

પંકજ પંડિત
ઝાલોદ

ઝાલોદ નગરમાં વર્ષો બાદ મીઠાચોક મિત્ર મંડળના ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતાં સમગ્ર નગર ગણેશમય બની ગયું હતું. મીઠાચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ દાદાના આગમનને યાદગાર બનાવવા માટે ધાર્મિક શ્રદ્ધા સાથે આધુનિક આયોજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જાણે ગણપતિ બાપાનું આગમન નહીં પરંતુ ભક્તિ, પરંપરા અને મીઠાચોક મિત્ર મંડળના ગૌરવશાળી ઈતિહાસનું પુનરાગમન થયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
મીઠાચોક મિત્ર મંડળ દ્વારા 1987થી ગણપતિ સ્થાપનાની પરંપરા સાથે જોડાયેલી ઐતિહાસિક સફરને ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરા, ગણેશ ભક્તિ અને ગણપતિના આગમનની ઝલક દર્શાવતી આ ડોક્યુમેન્ટરીએ ઉપસ્થિત લોકોમાં જૂની યાદોને તાજી કરી હતી.
ગણપતિ દાદાના ભવ્ય આગમન દરમિયાન નગરમાં અંદાજે 13 ફૂટ ઊંચી ભગવાન શિવના વિકરાળ સ્વરૂપની ઝાંખી સાથે વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભવ્ય લાઈટીંગ, ડી.જે. પર ગુંજતા ધાર્મિક ભજનો, પેપર બ્લાસ્ટ અને આકાશમાં થતી રંગબેરંગી આતશબાજી વચ્ચે ગણપતિ દાદાનું આગમન થતાં માર્ગો પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આગમન દરમિયાન યોજાયેલી 108 દિવડાની મનમોહક મહાઆરતીએ સમગ્ર વાતાવરણને ભક્તિરસથી તરબોળ કરી દીધું હતું. હજારો દિવડાઓની રોશની, ગણપતિ બાપાના જયઘોષ અને આરતીના પવિત્ર સ્વરો વચ્ચે ભાવિક ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. મનોરંજન માટે ચીંપાંજી સહિતના ટાચકાઓ અને વિવિધ આકર્ષણોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

*મીઠાચોક મિત્ર મંડળના આ ભવ્ય આગમનને જાણે ફિલ્મી અંદાજમાં એક જ સંદેશ આપતું હોય તેમ લાગતું હતું—*

👉🏻“હમ જરા દો કદમ પીછે ક્યાં હટે, લોગ સમજે કે નામ ખતમ...

👉🏻પર આજ ભી હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહી સે શરુ હોતી હૈ...

👉🏻કલ ભી હમારા ડંકા બજતા થા, ઔર આજ ભી બજતા હૈ!”

ઞવર્ષો સુધી આગમન ન થવાથી લોકો કદાચ મીઠાચોક મિત્ર મંડળને ભૂલી ગયા હશે, પરંતુ આ ભવ્ય પુનરાગમને ફરી સાબિત કરી દીધું કે “થોડા સમય માટે મૌન રહેવું એ અંત નથી, ફરી વાપસી થાય ત્યારે ઈતિહાસ સર્જાય છે.” મંડળના આગમને નગરમાં પોતાની આગવી ઓળખ અને ભવ્યતાની ફરી એકવાર છાપ છોડી હતી.
ગણપતિ દાદાની સવારી નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે વિશાળ જનમેદની અને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. રસ્તાઓ પર ભક્તોની ભીડ, ગુંજતા જયઘોષ, ભજનોની રમઝટ અને આકાશમાં થતી આતશબાજીના મનમોહક દૃશ્યોને કારણે સમગ્ર ઝાલોદ જાણે ગણેશોત્સવના રંગે રંગાઈ ગયું હતું.
છેલ્લે ગણપતિ દાદાની સવારી મીઠાચોક ખાતે પહોંચતા ભાવિક ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં કરવામાં આવેલી વિશાળ આતશબાજી અને રોશનીના નજારાએ નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મીઠાચોકના રાજાના દર્શન કરવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.
આ સમગ્ર આયોજન બાદ એક વાત તો નક્કી છે કે મીઠાચોક મિત્ર મંડળ માત્ર ગણપતિનું આગમન કરતું નથી, પરંતુ દરેક વાપસી સાથે એક નવી કહાની અને નવો ઈતિહાસ લખે છે.
“મીઠાચોક મિત્ર મંડળ... ઈતિહાસ બનાતા હૈ!”
📲Get App