🔥 TRENDING Amit Shah says India has risen from 'f... India's BRICS Rise Sparks Concern Amon... India Drops Sooryavanshi, Samson Retur... Afghanistan fast bowler ready to retur... India vs Sri Lanka: How to Watch Women... Sahil Salathia responds to Rida Tharan...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તહેવાર

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 11 Sep 2026, 07:26 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવાર

દેવગઢબારિયા માનસરોવર ખાતે આવેલ પાતાળેશ્વર મંદિર અને ભીડભંજક મંદિર માં ભંડારા નુ સુંદર આયોજન
આજરોજ દેવગઢ બારીયા ખાતે આવેલ માન સરોવર પાસે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભંડારા નું સુંદર આયોજન કરવામાં આવ્યું . મંદિરમાં સુશોભિત ભગવાન ભોલાનાથ ના આ મંદિર માં સુંદર રંગોળી નું પણ આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં 5000 માણસો માટે મહા પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.શાળાઓના બાળકો તથા હરિભક્તો એ આ લાભ લીધો હતો.આ મંદિર પોરાણિક મંદિર છે.રાજા ના સમય માં બનાવેલ માનસરોવર ની બાજુમાં માં આ મંદિર આવેલું છે.આ પ્રસંગે શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી તથા શ્રી મત મહારાજા તુષાર સિંહજી (બાબા) સાહેબ પણ જ્યારે જ્યારે તહેવાર તથા ભંડારા ના આયોજન મા હાજર રહે છે તે અમારા મંદિરની શોભા છે.બાજુમા રતનેશ્રવર મહાદેવ મંદિર પણ આવેલું છે.
📲Get App