🔥 ट्रेंडिंग ദേശീയ ആയുർവേദ ദിനചാരണത്തിന്റെ ഭാഗമായി... ગણપતિ વિસર્જન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્... चिराग पासवान ने गाया हिंदी गाना, वीडिय... बाबा रामदेव ने प्रेस कॉन्फ्रेंस कर पतं... એશિયન ગેમ્સમાં ભારતને સોફ્ટ ટેનિસમાં મ... સાબરકાંઠા: પરિણીતાની હત્યાના ગુનામાં પ...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અતુલ પારનેરા ગામમાં મુકુંદ આશીર્વાદ સોસાયટીમાં એક નદી મહારાજને ગંભીર રીતે ગવાયેલી હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે વલસાડ ગૌશાળામાં સારવાર અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ ગૌ શાળા માં ખસેડવામાં આવી

અતુલ પારનેરા ગામમાં મુકુંદ આશીર્વાદ સોસાયટીમાં એક નદી મહારાજને ગંભીર રીતે ગવાયેલી હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે વલસાડ ગૌશાળામાં સારવાર અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ ગૌ શાળા માં ખસેડવામાં આવી

✍️ रिपोर्टर: jaiswal amarnath subedar 🗓 11 सित. 2026, 09:10 PM 👁 72
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જય શ્રી રામ 🙏 🐂 ઘાયલ નંદી મહારાજને સમયસર સારવાર અપાવી જીવ બચાવ્યો 🙏
નીડ 24 ન્યૂઝ | અમરનાથ જૈસ્વાલ, ડિજિટલ રિપોર્ટર, વલસાડ
આજરોજ અતુલ વિસ્તારમાં મુકુંદ કંપની પાસે આવેલી કાળી સ્કૂલની પાછળ, આશીર્વાદ સોસાયટીમાં એક નંદી મહારાજ ડાબા પગ ઉપર ગંભીર અને મોટો ઘા લાગેલી હાલતમાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, અતુલ પ્રખંડના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. નંદી મહારાજને શોધી, ભારે મહેનત કરીને તેમને સુરક્ષિત રીતે દોરડાથી બાંધવામાં આવ્યા અને તાત્કાલિક ડોક્ટરને જાણ કરવામાં આવી.
ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું હતું કે ઘા ખૂબ ગંભીર અને મોટો હોવાથી નંદી મહારાજને ગૌશાળામાં લઈ જઈ ટાંકા તથા જરૂરી પ્લાસ્ટર અને સારવાર કરાવવી અત્યંત જરૂરી છે, જેથી તેમનો જીવ બચાવી શકાય.
આ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વલસાડ ગૌશાળાનો સંપર્ક કર્યો. ત્યાંથી શ્યામભાઈ પરદેશી અને દિનેશભાઈના સહયોગથી ગૌશાળાની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ માનવતાભર્યા સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર.
ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા નંદી મહારાજને સુરક્ષિત રીતે વલસાડ ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્યા.
આ સમગ્ર સેવાકાર્યમાં આશીર્વાદ સોસાયટીમાંથી પણ લોકોનો સુંદર સહયોગ મળ્યો.
સ્વ.લાલુભાઈના પરિવાર તરફથી
ધર્મેશભાઈ દોળિયા તરફથી
અને પ્રફુલભાઈ શાંતિલાલ શાહ તરફથી આર્થિક સહાય આપવામાં આવી.
નંદી મહારાજને ગૌશાળા લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં ડીઝલની જરૂરિયાત હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી શ્રી નીખિલભાઈ ચોકસી સાહેબ દ્વારા ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી. તેમના સહયોગ બદલ પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
અંતે નંદી મહારાજને વલસાડ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સમયસર મળેલી સારવાર અને સૌના સહયોગથી નંદી મહારાજનો જીવ બચાવી શકાયો છે.
આ સમગ્ર ગૌસેવા કાર્યમાં સહયોગ આપનાર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અતુલ પ્રખંડના તમામ કાર્યકર્તાઓ, ગૌશાળા સંચાલકો, ડોક્ટરની ટીમ, દાતાશ્રીઓ તથા તમામ સહયોગી ભાઈઓનો હૃદયપૂર્વક આભાર.
“ગૌસેવા એ જ સાચી સેવા.” 🐂🙏
જય શ્રી રામ 🚩 | જય ગૌમાતા 🐄🙏 નીડ 24 ન્યુઝ.. સિટીઝન રિપોર્ટર
અમરનાથ જયસ્વાલ.
વલસાડ
📲Get App