🔥 ट्रेंडिंग નવરંગપુરા પોલીસની કડક કાર્યવાહી, સ્ટંટ... बोगमालो बीच पर तटीय स्वच्छता अभियान, प... नागालैंड में 5 लाख मतदाताओं को SIR मैप... नागालैंड मंत्री काइतो ने नगा युवाओं से... सांसद मनोज तिवारी ने कहा, सत्ता में आन... डीटीसी बस चालकों की हड़ताल ने दिल्ली म...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગામ માં જોખમી કુવા ફરતે પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ પછી
स्थानीय

લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગામ માં જોખમી કુવા ફરતે પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ, જિલ્લા સ્વાગત કાર્યક્રમ પછી

✍️ रिपोर्टर: Rahul Khara 🗓 11 सित. 2026, 08:18 PM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાલપુર તાલુકાની વેરાવળ ગંગાવાવ રોડ પર પ્રોટેક્શન વોલનું કામ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત બાદ પૂર્ણ થયું.

લાલપુર/જામનગર:
લાલપુર તાલુકાના મોટી વેરાવળથી રામપર ગામના પાટિયા તરફ જવાના માર્ગ પર આવેલા જોખમી કુવા પાસે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. આ અંગે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળના રહીશ શ્રી ખરા રાહુલભાઈ જેઠાભાઈ (ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ગ્રા પ મોટી વેરાવળ )દ્વારા માહે ઓગસ્ટ-૨૦૨૫ ના 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' અંતર્ગત લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
​અરજદારની આ રજૂઆતને ધ્યાને રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેરાવળ ગંગાવાવ રોડ પર રામપર ગામની બહારના ભાગે આવેલા કુવા પાસે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે ક્રેશ બેરિયર (પ્રોટેક્શન વોલ) લગાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
​જિલ્લા સ્વાગત કાર્યક્રમ દ્વારા પ્રશ્નનો ઝડપી ઉકેલ આવતા અને પ્રોટેક્શન વોલ બની જતાં સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે તથા અરજદાર દ્વારા તંત્રનો આભાર માનવામાં આવ્યો છે.
📲Get App