🔥 TRENDING Vaibhav Sooryavanshi to Face Afghanist... The Statesman Reports Broken Eardrums... Ganesh Chaturthi 2026: Bollywood Divas... Pakistani Actress Mahira Khan Announce... Bollywood Stars Draw Fashion Inspirati... Director Abhishek Pathak Reveals Inspi...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં બે અલગ સ્થળે આખલાઓની લડાઈથી મહિલા અને પુરુષ ગંભીર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 Sep 2026, 08:42 AM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ગોકુલ નગર ફાટક અને બેરણા રોડની નવદીપ સોસાયટીમાં આખલાઓની ટક્કરથી પ્રવિણાબેનને માથાની ગંભીર ઈજા અને એક પુરુષને હાથમાં ફ્રેક્ચર સહીત ગંભીર ઈજાઓ થઈ.

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ગોકુલ નગર ફાટક અને બેરણા રોડની નવદીપ સોસાયટીમાં અલગ-અલગ સ્થળે આખલાઓની અચાનક લડાઈ થઈ. આ લડાઈમાં પસાર થતા પ્રવિણાબેન નામની મહિલા આખલાઓની ઝપેટમાં આવી, જોરદાર ટક્કર અને ધક્કા કારણે રોડ પર પડી અને માથાના ભાગમાં ગંભીર ઈજા પામ્યા.

બેરણા રોડ પરની નવદીપ સોસાયટી નજીક પણ બે આખલાઓ સામસામે લડી પડ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક પુરુષને આખલાઓની ટક્કરથી હાથમાં ફ્રેક્ચર અને શરીરના અન્ય ભાગમાં ઈજા થઈ. બંને પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હિંમતનગરમાં આખલાઓનું અણધાર્યું પ્રહાર અને તેમની લડાઈઓની ઘટનાઓ છેલ્લા સમયગાળામાં વધતી જાય છે. સ્થાનિક અધિકારીઓએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
📲Get App