🔥 ट्रेंडिंग মহিলাদের ক্ষমতায়নে বড় পদক্ষেপ, হাওড়... मिज़ोरम की डिज़ाइनर हन्ना खियांग्ते ने... अरुणाचल प्रदेश स्काउट एंड गाइड फेलोशिप... अरुणाचल प्रदेश ने कक्षा VI–VIII के लिए... अरुणाचल प्रदेश के सीएम पेमा खांडू ने क... उत्तर रेलवे ने जम्मू और कश्मीर में ट्र...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રાવણ માસમાં યુવરાજ પાર્ક સોસાયટીમાં બેવડી ખુશી - ભક્તિનો ઉત્સાહ અને જન્મદિવસની ઉજવણી
स्थानीय

શ્રાવણ માસમાં યુવરાજ પાર્ક સોસાયટીમાં બેવડી ખુશી - ભક્તિનો ઉત્સાહ અને જન્મદિવસની ઉજવણી

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 10 सित. 2026, 06:14 PM 👁 173
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રાવણ માસમાં યુવરાજ પાર્ક સોસાયટીમાં કૃષ્ણ ભક્તિ અને ગરબાનો ઉત્સાહ: પીનલ જોશીના જન્મદિવસે ભવ્ય ઉજવણી

પવિત્ર શ્રાવણ માસના અવસરે લુણાવાડાની યુવરાજ પાર્ક સોસાયટીમાં આવેલ પીનલ જોશીના ઘરે તેમના જન્મદિવસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમનું ઘર રંગે રંગાઈ ગયું હતું.

આ બધો જ કાર્યક્રમ પીનલ જોશીના ઘરે જ યોજાયો હતો, જેમાં રાધા મહિલા મંડળ, મલેકપુરની બહેનો ઉપરાંત યુવરાજ પાર્ક સોસાયટીની સ્થાનિક મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, રાધા મહિલા મંડળ છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે. આ મંડળની શરૂઆત ત્રણ બહેનોથી થઈ હતી, જે આજે 30 બહેનોનું મંડળ બની ગયું છે.

જન્મદિવસની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સાહથી કરવામાં આવી હતી. શ્રાવણ માસને અનુરૂપ ઘરે ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના ભજનો ગવાયા હતા. ભજન દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓ આનંદનો ગરબો લઈને ઘૂમી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
આ પ્રસંગે પીનલ જોશીએ , શ્રાવણ માસમાં તેમનો જન્મદિવસ આટલા ધાર્મિક ઉત્સાહથી ઉજવવા બદલ રાધા મહિલા મંડળ અને સોસાયટીની તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
📲Get App