🔥 TRENDING 12 Special Trains to Run from Bhopal D... नशे के खिलाफ जागरूकता अभियान, स्वस्थ स... મુવાડા ગામમાં હાઈસ્કૂલ નજીક રોડ પર ખાડ... Bihar Police Arrest Three in Harassmen... Saamana Criticises Maharashtra Govt fo... Central Railway Tests KAVACH 4.0 Safet...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ત્રણ વર્ષની મંદી બાદ હીરા ઉદ્યોગમાં ફરી તેજીના સંકેત

ત્રણ વર્ષની મંદી બાદ હીરા ઉદ્યોગમાં ફરી તેજીના સંકેત

✍️ Reporter: Pruthvi Gajjar 🗓 09 Sep 2026, 02:02 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ત્રણ વર્ષની મંદી બાદ ગુજરાતના હીરા ઉદ્યોગમાં ફરી તેજીના સંકેતો દેખાઈ રહ્યા છે. હીરાની માંગ અને લે-વેચ વધતાં કારખાનાઓમાં કામકાજ તથા રત્નકલાકારો માટે રોજગારીની આશા વધી છે.

છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના હીરા ઉદ્યોગ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર ગણાતા ભાવનગરમાં ફરીથી હીરાના કારખાનાઓમાં કામકાજ વધતું જોવા મળી રહ્યું છે. બજારમાં હીરાની લે-વેચ માટે વેપારીઓની અવરજવર પણ વધી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ, બજારમાં વેપારીઓના ઉઠમણાં અને નબળી માંગ જેવા કારણોસર હીરા ઉદ્યોગ પર ભારે અસર પડી હતી. મંદીના કારણે અનેક કારખાનાઓ બંધ થયા હતા અને ઘણા રત્નકલાકારો તથા ઉદ્યોગકારોએ અન્ય વ્યવસાય તરફ વળવું પડ્યું હતું.

જોકે, છેલ્લા 30 દિવસ દરમિયાન હીરાની લે-વેચમાં માંગ વધતાં ઉદ્યોગમાં ફરી હલચલ જોવા મળી રહી છે. બંધ પડેલા કેટલાક કારખાનાઓ ફરી શરૂ થયા છે અને રત્નકલાકારોમાં પણ રોજગારીની આશા જાગી છે. ઉદ્યોગકારો માટે આ બદલાવ નવી આશા લઈને આવ્યો છે. જો આગામી સમયમાં માંગ સતત જળવાઈ રહેશે તો ભાવનગર સહિત ગુજરાતના હીરા ઉદ્યોગને ફરી મજબૂતી મળવાની શક્યતા છે.

⚡ પૃથ્વી ગજ્જર | ભાવનગર
📲Get App