🔥 TRENDING IMD issues orange alert for heavy to v... Manipuri Music Teacher Killed in Delhi... Three dead as building collapses in Ne... Delhi Resident Arrested in Rs 45 Lakh... Fire Breaks Out in Malviya Nagar, Delh... હિંમતનગરમાં જનચેતના આરોગ્ય નેતૃત્વ વર્...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

હિંમતનગરમાં શ્રી હજૂરેશ્વર મહાદેવ મંદિર ખાતે સમૂહ રુદ્રી મહાભિષેક યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 08 Sep 2026, 12:18 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગયા 07 સપ્ટેમ્બર 2026, હિંમતનગરના શ્રી હજૂરેશ્વર મહાદેવ મંદિર (મોદી ગ્રાઉન્ડ)માં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભવ્ય સમૂહ રુદ્રી મહાભિષેક યોજાયો..

07 સપ્ટેમ્બર 2026, શ્રાવણ માસના અંતિમ સોમવારે, હિંમતનગર, ગુજરાતમાં આવેલ શ્રી હજૂરેશ્વર મહાદેવ મંદિર (મોદી ગ્રાઉન્ડ)માં સમસ્ત ભક્તજનોની ઉપસ્થિતિમાં સમૂહ રુદ્રી મહાભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

મંદિરના મહંત પરમ પૂજય સંજય દાસ ઉદાસીન મહારાજના પવિત્ર સાનિધ્યમાં કાર્યક્રમ શરૂ થયો. યજમાનપદ અતુલભાઈ મહંત પરિવારે સંભાળી, આચાર્ય કશ્યપ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને રુદ્રી પાઠના વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક પૂર્ણ કર્યો.

મહાભિષેક પૂર્ણ થયા બાદ શિવજીની મહાઆરતી કરવામાં આવી, જેમાં "હર હર મહાદેવ" ના ગગનભેદી જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું. અંતમાં ઉપસ્થિત શિવભક્તોને ફરાળી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું.

મંદિરના તમામ ભક્તજનોની ઉત્સાહપૂર્વકની સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ્ત થયો.
📲Get App