🔥 TRENDING ಕೂಡ್ಲಿಗಿ : ಸ್ವಾವಲಂಬಿ ಸಾರಥಿ ವಾಹನ ಹಸ್ತಾಂ... Ramayana Crosses ₹50 Cr on Day 1, Stil... Akshay Kumar’s ‘Sooryavanshi’ Turns 5:... Times of India Releases Lyrical Video... YouTube Takes Down Channels After NDTV... Mangli's new Telugu song 'Poda O Chand...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં વૃદ્ધ દ્વારા યુવતીની છેડતી, જનતા દ્વારા મેથીપાક
Crime

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં વૃદ્ધ દ્વારા યુવતીની છેડતી, જનતા દ્વારા મેથીપાક

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 05:17 PM 👁 63
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં એક વૃદ્ધે યુવતીની છેડતી કરવાનો આરોપ મૂકાયો, જેના પ્રતિસાદમાં જનતા દ્વારા તેને મેથીપાક આપવામાં આવ્યો.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક યુવતી ઊભી હતી, ત્યારે ત્યાં હાજર એક વૃદ્ધે તેની સાથે અડપલાં કરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો. યુવતીએ તરત જ વિરોધ નોંધાવી, અને આસપાસના દર્દીઓના સગાઓ તેમજ અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા.

વૃદ્ધની ક્રિયાને લઈને ભીડમાં તીવ્ર રોષ જોવા મળ્યો. એકઠા થયેલા લોકો કાયદો હાથમાં લઈને વૃદ્ધને જાહેરમાં મેથીપાક ચખાડ્યો, જેના કારણે હોસ્પિટલમાં ભારે ભાગદોડ અને અફરાતફરી સર્જાઈ.

ઘટનાની જાણતા હોસ્પિટલના સુરક્ષા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો. સુરક્ષા કર્મચારીઓએ વૃદ્ધને પકડી, ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવાની તજવીજ કરી. આ ઘટનાએ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઊભા કર્યા છે.
📲Get App