🔥 ट्रेंडिंग पश्चिम बंगाल के वित्त मंत्री स्वपन दास... पश्चिम बंगाल बाय‑इलेक्शन: नंदिग्राम‑रा... बिहार में बाढ़ की स्थिति गंभीर, प्रमुख... बिहार सरकार ने नेपाल के बाढ़ के पानी म... बिहार में आदमी ने नई एसयूवी को छत पर र... पीएम मोदी गुजरात में 35,000 करोड़ रुपय...
08 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામમા ભોજવા નજીક અજાણ્યા વાહનની અડફેટે સીએનજી રિક્ષાનો અકસ્માત, મહિલાનું મોત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 07 सित. 2026, 11:47 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ નજીક ભોજવા ગામમાં આવેલા દસામાંના મંદિર પાસે હાઈવે રોડ પર અજાણ્યા વાહનની અડફેટે સીએનજી રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 42 વર્ષીય મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, ભોજવા ગામ નજીક દસામાંના મંદિર પાસે હાઈવે રોડ પરથી સીએનજી રિક્ષા પસાર થઈ રહી હતી. દરમિયાન પૂરઝડપે આવેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં રિક્ષામાં સવાર ઉષાબેન વિપુલભાઈ વ્યાસ ઉંમર 42 વર્ષને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ જમણા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
અકસ્મત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે વીરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વીરમગામ ટાઉન પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App