🔥 TRENDING சென்னை அருகே அமைச்சர் ஜெகதீஸ்வரியின் க... Himachal Panchayat tells NGT Tiyara sa... Amritsar Police Seize 15 Pistols, 5 Kg... સુરતના અલથાણમાં સુમન ભાર્ગવ આવાસમાંથી... Two Arrested After Adults Intervene in... CM Samrat Chaudhary surveys flood dama...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીના ધારી તાલુકા પંચાયત ખાતે સઘન સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: ધારાસભ્ય જે.વી. કાકડીયા રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 07 Sep 2026, 12:47 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ધારી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સઘન સફાઈ ઝુંબેશ અને 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અમરેલી જિલ્લાના ધારી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકા પંચાયત કચેરી ખાતે "સઘન સફાઈ ઝુંબેશ" અંતર્ગત એક વિશેષ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ખાસ ઉપસ્થિત રહીને ઉપસ્થિત સૌ લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સફાઈ અભિયાનની કામગીરીને બિરદાવી હતી.

આ સફાઈ ઝુંબેશની સાથે-સાથે પર્યાવરણની જાળવણી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચેરી પરિસરમાં વિવિધ છોડ રોપીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ધારી શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આપણે સૌ સાથે મળીને આ સંકલ્પમાં જોડાઈએ, સ્વચ્છતા રાખીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવીને આ લોક-અભિયાનને સફળ બનાવીએ.
📲Get App