🔥 TRENDING Gwalior Dean Attack: OBC Mahasabha Dem... Umang Singhar Leads Protest at Panna C... मतदान खत्म गणना शुरू મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સલાદરા ગામમા... Match headlines 26 अक्टूबर तक पश्चिम मध्य बंगाल की खाड...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં યુવતીના મોતના કેસમાં આરોપીને જાહેરમાં પોલીસનો માર

ભાવનગરમાં યુવતીના મોતના કેસમાં આરોપીને જાહેરમાં પોલીસનો માર

✍️ Reporter: Makvana Jaydip 🗓 06 Sep 2026, 06:40 PM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ST બસ સ્ટેશન પર યુવતીને માર માર્યાનો આરોપ, સારવાર દરમિયાન મોત; હત્યાના કેસમાં આરોપીની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાર્યવાહીના વીડિયો વાયરલ

ભાવનગર શહેરમાં યુવતીના મોતના કેસમાં પોલીસ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, 3 સપ્ટેમ્બરે ભાવનગરના ST બસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી સાથે મારામારીની ઘટના બની હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.
પોલીસ ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી અને આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી સાથે રહેતાં હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને શંકા હતી કે યુવતી તેના એક મિત્ર સાથે સંબંધ ધરાવે છે. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવતીને માર મારવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીને પોલીસ જાહેરમાં માર મારતી હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કાર્યવાહી અંગે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે. આરોપીને કાયદાકીય પ્રક્રિયા મુજબ કોર્ટ સમક્ષ રજૂ કરીને કેસની કાર્યવાહી થવાની હોય છે, ત્યારે પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
📲Get App