🔥 TRENDING બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજ... 9वीं से 12वीं की अर्धवार्षिक परीक्षा 2... HPNLU student killed in road accident... Chandigarh crushes Himachal Pradesh by... Uttarakhand High Court Chief Justice R... Rain and Thunderstorms Expected Friday...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરમાર દીપકભાઈ ઈશ્વરભાઈને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–૨૦૨૬/૨૭”

અમદાવાદ,

શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરમાર દીપકભાઈ ઈશ્વરભાઈને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–૨૦૨૬/૨૭” અમદાવાદ,

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Sep 2026, 03:02 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરમાર દીપકભાઈ ઈશ્વરભાઈને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–૨૦૨૬/૨૭”અમદાવાદ, ૫ સપ્ટેમ્બર ૨૦૨૬:
શિક્ષક દિન નિમિત્તે અમદાવાદ જિલ્લામાં શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પરમાર દીપકભાઈ ઈશ્વરભાઈ, પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં.-૧, વિરમગામને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–૨૦૨૬/૨૭”થી સન્માનિત કરવામાં આવ્યા છે.

દીપકભાઈ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને માત્ર વર્ગખંડ પૂરતું સીમિત ન રાખી બાળકના સર્વાંગી વિકાસ,શાળાના શૈક્ષણિક વિકાસ અને સમાજસેવાને સાથે જોડીને કાર્ય કરી રહ્યા છે. શૈક્ષણિક પ્રવૃતિઓ ઉપરાંત ગુજરાતની નેવું કરતાં વધુ સરકારી શાળાઓમા 15000 જેટલાં જરૂરિયાતમંદ બાળકો માટે વિવિધ શૈક્ષણિક સાધનો,ગણવેશ,સ્વેટર,શાળા બેગ, સ્ટેશનરી સહિતની સહાય તથા શાળાઓના ભૌતિક અને શૈક્ષણિક વિકાસ માટે ત્રણ શાળાઓ મા સ્માર્ટ ક્લાસ રૂમ અને ટોયલેટ અને આંગણવાડી કેન્દ્ર વિવિધ સંસ્થાઓ અને દાતાશ્રીઓને જોડવાનું કાર્ય તેમણે કર્યું છે.

તેમના પ્રયત્નોથી વિવિધ સંસ્થાઓ અને દાતાશ્રીઓના સહયોગથી અનેક શૈક્ષણિક તથા સેવાકીય કાર્યોને સાકાર સ્વરૂપ મળ્યું છે.આ કાર્યમાં HELPS ફાઉન્ડેશન,સારવાર મંડળ–અમદાવાદ,રાઉન્ડ ટેબલ RT-40,રાઉન્ડ ટેબલ લેડીસ–80,રાઉન્ડ ટેબલ–383 અમદાવાદ,શ્યામ સેવા ટ્રસ્ટ–જયપુર,વંદના મેમોરિયલ ટ્રસ્ટ–અમદાવાદ,આઈ.ઓ.સી -વિરમગામ સહિતની સંસ્થાઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે.

દીપકભાઈએ આ સન્માન અંગે જણાવ્યું હતું કે,

“આ સન્માન મારું વ્યક્તિગત સન્માન નથી,પરંતુ મારા પર વિશ્વાસ મૂકનાર વડીલો,મિત્રો, સંસ્થાઓ, દાતાશ્રીઓ, સહકર્મીઓ,પરિવાર અને મારા વિદ્યાર્થીઓના પ્રેમ,સહકાર અને આશીર્વાદનું પ્રતિબિંબ છે.”
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App