Local
રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી
વડોદરાની SSG હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક પગલાં લીધા.
વડોદરાની SSG હોસ્પિટલના સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરાયેલી લેખિત ફરિયાદ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી.
ફરિયાદમાં શારીરિક-માનસિક હેરાનગતિ, રેગિંગ, અભદ્ર મેસેજ, અયોગ્ય માંગણીઓ અને ધમકીઓ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ફરિયાદ પછી ડૉ. ચિરાગ બારોટને વડોદરાથી ભવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, સન્માન અને માનસિક શાંતિ સાથે કોઈ સમજૂતી નહીં થાય અને આવી બાબતો સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ રહેશે.