🔥 TRENDING Citizens and GBA members clear long‑ne... Air India Express Demonstrates Safe La... Karnataka Govt Publishes Third Prelimi... Bangalore Municipal Corp launches 500‑... Uttar Pradesh Opens 17,735 Graduate Te... Uttar Pradesh Launches Special Voter‑L...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કાછલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજમાં સંશોધન પદ્ધતિ અને ડેટા વિશ્લેષણ સેમિનાર
Education

કાછલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજમાં સંશોધન પદ્ધતિ અને ડેટા વિશ્લેષણ સેમિનાર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Sep 2026, 09:14 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યકક્ષાનો સેમિનાર કે.સી.જી. અમદાવાદના સહયોગથી કાછલની કૉલેજમાં યોજાયો, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકોને સંશોધન પદ્ધતિઓ અને ડેટા વિશ્લેષણ અંગે માર્ગદર્શન મળ્યું.

કાછલની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજમાં રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો. આ સેમિનાર કે.સી.જી. અમદાવાદના સહયોગથી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત હતો અને તેનો મુખ્ય વિષય 'રિસર્ચ મેથોડોલોજી અને ડેટા એનાલિસિસ' હતો.

સેમિનારમાં ડૉ. રાકેશ ચૌધરીએ સંશોધનનું મહત્વ અને આધુનિક ડેટા વિશ્લેષણ તકનીકો વિશે વિગતવાર માહિતી આપી. પ્રથમ સેશનમાં ડૉ. મોનિકા શાહે રિસર્ચ પ્રોબ્લેમ, હાઇપોથેસિસ, લિટરેચર રિવ્યૂ અને સેમ્પલિંગ વિશે સમજાવ્યું, જ્યારે ડૉ. સચિન મહેતાએ ક્વેશ્ચનર ડિઝાઇન, પ્રાઇમરી-સેકન્ડરી ડેટા અને ડેટા એન્ટ્રી અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું.

સેમિનારમાં મીન, મીડિયન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, ક્રોસ-ટેબ્યુલેશન અને કાઇ-સ્ક્વેર ટેસ્ટ જેવા આંકડાકીય વિષયો સમજાવવામાં આવ્યા. પેરામેટ્રિક અને નોન-પેરામેટ્રિક ટેસ્ટ્સ તેમજ પરિણામોના અર્થઘટન અંગે પણ વિગતવાર ચર્ચા થઈ.

વ્યવહારુ ઉદાહરણો સાથે યોજાયેલ સેમિનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉપયોગી રહ્યો. અંતમાં તમામ સહભાગીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ડૉ. સચિન મહેતા અને ડૉ. એગ્નલ રોયે આ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી.
📲Get App