🔥 TRENDING બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજ... 9वीं से 12वीं की अर्धवार्षिक परीक्षा 2... HPNLU student killed in road accident... Chandigarh crushes Himachal Pradesh by... Uttarakhand High Court Chief Justice R... Rain and Thunderstorms Expected Friday...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામની આનંદ મંદિર શાળા તથા આસ્થા અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

વિરમગામની આનંદ મંદિર શાળા તથા આસ્થા અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 03:28 PM 👁 107
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ખાતે આવેલી આનંદ મંદિર શાળા તથા આસ્થા અંગ્રેજી માધ્યમ શાળા ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક નૃત્ય, આકર્ષક પિરામિડ પ્રદર્શન તેમજ શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો આધારિત નાટક સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ સહિત વિવિધ પાત્રો ભજવી સૌનું મન મોહી લીધું હતું. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બનાવી દીધું હતું.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જન્માષ્ટમી પર્વની ઉજવણીથી શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App