🔥 TRENDING માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય... અમરેલીમાં સાંસદ અને રાજ્ય મંત્રી સાથે... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... NPCIL starts fuel loading for 700 MW U... शहडोल में फूटा रसोइया और स्व-सहायता सम... Tamil Nadu Races to Capture TV, Digita...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શીતળા સાતમ નિમિતે શ્રદ્ધાળુઓની ભીડ

શીતળા સાતમ નિમિતે શ્રદ્ધાળુઓની ભીડ

✍️ Reporter: Nileshkumar Madhar 🗓 03 Sep 2026, 03:26 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શીતળા સાતમ નિમિત્તે લીંબડીના છાલિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ

લીંબડી, સુરેન્દ્રનગર: શીતળા સાતમના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના છાલિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો છાલિયા તળાવ ખાતે પહોંચ્યા હતા અને ધાર્મિક વિધિ મુજબ પૂજા-અર્ચના કરી શીતળા માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

શીતળા સાતમ પર્વને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. તળાવ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મેળાવડા જેવું વાતાવરણ સર્જાયું હતું. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ધાર્મિક પરંપરા મુજબ પૂજન-અર્ચન કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

છાલિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શીતળા સાતમના પાવન પર્વે લીંબડીમાં આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

પત્રકાર - નિલેશ માધર
Need 24 News हर खबर, हर शहर
📲Get App