🔥 TRENDING Inside the Making of India’s Most Vira... Modi urges Indians to Choose Homegrown... Ramya Pasupuleti Stuns in Beachside Lo... Tollywood's 'Toxic' earns ₹300 cr worl... Pawan Kalyan’s Journey from ‘Power Sta... Heavy Rain Disrupts Daily Life in Kolk...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના દસલાણા-કાનપુરા રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ ફરાર

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Sep 2026, 01:16 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રૂરલ પોલીસે વિરમગામ તાલુકાના દસલાણા-કાનપુરા ગામ વચ્ચેના રોડ પર ઝાડ નીચે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની રેડ દરમિયાન ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા.
વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ-બહુચરાજી હાઈવે પર આવેલા દસલાણા-કાનપુરા રોડ પર આવેલી ઝાડ નીચેની જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જુગાર રમતા અજમલજી રામજીભાઈ ઠાકોર, લધાજી નાગરજી ઠાકોર, દખુજી ધૂડાજી ઠાકોર અને રોહિતજી બચુજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 1,840 તથા જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરમિયાન પોલીસની રેડ જોઈ મોનાજી શાંતિજી ઠાકોર, સાદરજી રમેશજી ઠાકોર અને મનીશજી મફાજી ઠાકોર નાસી છૂટ્યા હતા.
આ અંગે વિરમગામ રૂરલ પોલીસે કુલ સાત શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App