🔥 ट्रेंडिंग રશિયાએ ભારતને 5 નવા S-400 સ્ક્વોડ્રન મ... અમદાવાદ પોલીસે 112 ‘જનરક્ષક’ પ્રોજેક્ટ... રેલકર્મી મહેશ પરમારે લટકતા મુસાફરને બચ... સુરતની કોમલબેનની બેગમાંથી રૂ.24.59 લાખ... રાજકોટ ક્રાઇમ બ્રાંચે ચાર કૂખ્યાત આરોપ... અમદાવાદ પોલીસ 112 બેડામાં નવા વાહનોનું...
01 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા લોકમેળામાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન: નગરપાલિકાની કાર્યવાહી
स्थानीय

ધાંગધ્રા લોકમેળામાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન: નગરપાલિકાની કાર્યવાહી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 01 सित. 2026, 03:44 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં ૩ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર લોકમેળામાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનાર રાઇડરને મંજૂરી નહીં મળે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આગામી ૩ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર લોકમેળાને ધ્યાનમાં રાખીને શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં આવતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ તપાસમાં દર્શનભાઈ જગદીશભાઈ જયદીપભાઇ સહિતના અધિકારી તપાસમાં જોડાયા હતા

નગરપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈપણ રાઇડર કે સ્ટોલ ધારક ફાયર સેફ્ટીના જરૂરી સાધનો નહીં ધરાવતા હશે, તો તેમને મેળામાં પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે આવતીકાલ સવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ ચકાસણી અભિયાન દ્વારા મેળા સ્થળ પરદુર્ઘટનાઓ નિવારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા અને તેની કાર્યક્ષમતાની ખાતરી કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ અણધાર્યા બનાવને પહોંચી વળી શકાય.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App