🔥 TRENDING Nagaland Governor reviews NSSB operati... Sambit Patra says differing views amon... మండల సమస్యలపై సిరికొండ నాయకుల సన్మానం କଟକ ନିଆଳି ପନିର୍‌ରେ ମିଶୁଛି ମଇଦା ଓ ଡିଟରଜ... School Van Overturns in Satna, Madhya... ਬਾਈਕ ਸਵਾਰ ਵੱਲੋਂ ਸਾਈਕਲ ਚਲਾ ਰਹੇ ਬੱਚੇ ਨੂੰ...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના હાસલપુર ગામે  જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વિરમગામના હાસલપુર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 12:16 PM 👁 137
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ નજીક આવેલા હાસલપુર ગામમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે વિજયભાઈ બાબુભાઈ દેવીપુજક, અજયભાઈ બાબુભાઈ દેવીપુજક, ભરતભાઈ મનોભાઈ દેવીપુજક, હિમ્મતભાઈ ભહલારભાઈ દેવીપુજક, લાલાભાઈ હીરાભાઈ ઠાકોર અને દશરથભાઈ કિસાભાઈ દેવીપુજક સહિતના શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ. 23,109ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App