🔥 TRENDING West Bengal allocates 256 acres to Jup... West Bengal unveils new industrial lan... Baazar Style Retail opens new store in... Maharashtra to Deploy 136 Temporary Cl... Maharashtra government proposes to lif... Maharashtra's Tur, Soybean Crops Suffe...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં વન વિભાગની તાત્કાલિક કામગીરીથી સિંહ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત
Local

જૂનાગઢમાં વન વિભાગની તાત્કાલિક કામગીરીથી સિંહ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત

✍️ Reporter: Samir Bhalodiya 🗓 30 Aug 2026, 10:17 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક સિંહની હાજરીને કારણે વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ અને મોનિટરિંગ ઓપરેશન ચલાવી, નાગરિકો અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત રાખ્યા.

જૂનાગઢના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક ગત રાત્રે સિંહની હાજરી જણાતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ અને મોનિટરિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

વીકએન્ડને પગલે ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોવાથી વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્વરિત કાર્યવાહી કરી અને નવ નવા ટ્રેકર્સની ટુકડી સાથે ટીમને સ્થળે પહોંચાડવામાં આવી.

વન વિભાગના કર્મચારીઓએ નાગરિકો અને શ્રદ્ધાળુઓને સિંહથી સુરક્ષિત અંતરે રાખી, સિંહની ગતિવિધિઓ પર સતત નજર રાખી અને સાવચેતીપૂર્વક તેને યાત્રાળુઓના માર્ગથી દૂર તેના કુદરતી આવાસ તરફ માર્ગદર્શિત કર્યો.

સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે સિંહ તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહી, જે વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેના સંવેદનશીલ વિસ્તારમાં આવા પગલાંની મહત્વતા દર્શાવે છે.
📲Get App