🔥 TRENDING Tripura EC Sets Schedule for TTAADC Vi... Various organisational deputations mee... Himachal CM Unveils New Welfare Scheme... President appoints Chirag Bhanu Singh... Delhi and Haryana Police Team Up to Co... Interstate Private Buses Back Under Re...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કેશોદ યુવા ભાજપ દ્વારા વંદે માતરમ્ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 30 Aug 2026, 09:17 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ યુવા ભાજપ દ્વારા વંદે માતરમ્ કાર્યક્રમ યોજાયો

*કેશોદમાં યુવા ભાજપ મોરચા દ્વારા ‘વંદે માતરમ’ ગાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો*

*દેશભક્તિના રંગે રંગાયું પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન; આગેવાનો અને શહેરીજનો જોડાયા*

કેશોદ: કેશોદ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન ખાતે ગઈકાલે રાત્રે ‘વંદે માતરમ’ ગાન સંપૂર્ણ આખું ગાવાનો તથા શા માટે આખું વંદે માતરમ ગીત ગાવું તેની જાણકારી માટેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, NGO પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમનો પ્રારંભ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ કોટડિયા, નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ કેયુર દેવળીયા,ભારત વિકાસ પરિષદના ડો. સ્નેહલ તન્ના, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, કેશોદ લોહાણા સમાજના પ્રમુખ જતીન સોઢા , તેજલબા દરબાર તથા કેશોદ યુવા ભાજપ મોરચાના પ્રમુખ તેમજ હોદેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
આ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષના પ્રચાર માટે નહીં પરંતુ ‘વંદે માતરમ’ના સન્માન અને રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવવા માટે આયોજિત કરવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સામાજિક આગેવાનો અને જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App