🔥 TRENDING BJP and RSS Accused of Plotting to Red... Vice President to Flag Off Closing Pro... Kerala Cricket League 2026: Trivandrum... Escaped Kerala Prisoner Fleeing Again... Telangana Issues Health Advisory as We... Rajeev Shukla: Young Players Getting P...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી, સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને આપી લીલી ઝંડી

ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી, સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને આપી લીલી ઝંડી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Aug 2026, 06:44 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી, સાંસદ ભરતભાઈ સુતરીયાએ બસને આપી લીલી ઝંડી

અમરેલી : અમરેલીના મુસાફરોને વંદે ભારત ટ્રેનનો સરળતાથી લાભ મળી રહે તે માટે ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાત રંગ લાવી છે. અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરવામાં આવતા વંદે ભારતના મુસાફરોને મોટી સુવિધા મળી છે.

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. મંત્રીશ્રીની આ જાહેરાત બાદ આજે અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલીથી ચિતલ સુધી બસ સેવા શરૂ થતાં શહેર તથા આસપાસના વિસ્તારના મુસાફરોને ચિતલ રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે.

ખાસ કરીને વંદે ભારત ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ બસ સેવા મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની જાહેરાતને પગલે શરૂ થયેલી બસ સેવા અને સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે બસને લીલી ઝંડી મળતા અમરેલીના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App