🔥 TRENDING हत्याकांड नवादा के लोकप्रिय नेता प्रिंस तमन्ना क... IMD Issues Orange Alert for Heavy Rain... IMD Issues Heavy Rain Warning for Odis... Sri Ganganagar Reaches 41°C as Heatwav... Bollywood Hungama Releases 11-Photo Ga...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ડૉ. પ્રવિણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધારીમાં હિંદુ સાથી સંમેલન યોજાશે

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 29 Aug 2026, 02:17 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા 1 સપ્ટેમ્બર 2028 ના રોજ ધારીના લાઈન પરા વિસ્તારમાં આવેલા પટેલ વાડીમાં હિંદુ સાથી સંમેલન માટે ઉપસ્થિત રહેશે.

અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (IHP) ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ ભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં ધારી શહેરના લાઈન પરા વિસ્તારમાં આવેલ પટેલ વાડી ખાતે 1 સપ્ટેમ્બર 2028 ના રોજ હિંદુ સાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધારી તાલુકા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ અજય ભાઈ અંટાળા (લાલો) દ્વારા જણાવાયું છે કે ડૉ. તોગડિયા બપોરે લાઈન પરા ખાતે પહોંચશે. બપોરના ભોજનની વ્યવસ્થા અજય ભાઈ અંટાળા ના નિવાસસ્થાને કરવામાં આવશે.

ભોજન પછી સ્થાનિક સંગઠનો અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી પટેલ વાડી ખાતે હિંદુ સાથી સંમેલનનું મુખ્ય કાર્યક્રમ રહેશે.

આ કાર્યક્રમમાં ધારી તાલુકાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓને અજય ભાઈ અંટાળા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી ઉપસ્થિતોની સંખ્યા મોટીઅંકમાં રહે.
📲Get App