🔥 TRENDING તાશકંદમાં ઉઝબેકિસ્તાન સાથે મહત્વની ચર્... Finance Minister Sitharaman Promotes '... Gutta Sukhender Reddy Urges Reforms Wi... Slight Increase in Rainfall Recorded A... Telangana Janasena condemns police act... Police Probe Shooting Incident in Samb...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Aug 2026, 12:56 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું



દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના મુન્નાભાઈ રાઠોડની પ્રામાણિકતા: રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત

પંચમુખી પાન સેન્ટરના માલિક મુન્નાભાઈ રાઠોડ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી

*અમરેલી -*

અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ પંચમુખી પાન સેન્ટરના માલિક અને દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મુન્નાભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા દિવ્યાંગો અને આમ જનતાના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે.

તા. 26/08/2026 ના રોજ લાઠી રોડ પરથી મુન્નાભાઈના ભાઈ ગોવિંદભાઈના પત્ની કાજલબેનને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, બીલ અને રોકડ રકમ હતી. આ અંગેની જાણ તેમણે તાત્કાલિક મુન્નાભાઈ રાઠોડને કરી હતી.

મુન્નાભાઈ અને તેમના પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ પાકીટ તેના મૂળ માલિકને પરત કરવું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાકીટ નવા ખીજડીયા ગામના રહીશ દિનેશભાઈનું છે.

ત્યારબાદ મુન્નાભાઈએ દિનેશભાઈને પોતાના પંચમુખી પાન સેન્ટર પર બોલાવી, ખરાઈ કરીને સંપૂર્ણ પાકીટ મૂળ માલિકને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ પ્રામાણિકતા અને માનવતાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.
📲Get App