🔥 TRENDING Ex-roommate in Maryland murder arreste... Alleged ex‑boyfriend of Hyderabad tech... Bus overturns while trying to rescue b... Father and Son Killed in Road Accident... Bengaluru Police Inspector Killed Afte... Bollywood Hungama publishes new 7-phot...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ડિવિઝનમાં રેલવેના ડબલ ટ્રેકની કામગીરી

✍️ Reporter: Dhadhal Jayeshbhai 🗓 28 Aug 2026, 01:44 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્ર મેલ અને ભાવનગર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રાજકોટ અને હાપાથી ટૂંકાવાઈ

રાજકોટ ડિવિઝનમાં જામનગર અને લાખાબાવલ વચ્ચે ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીને વેગ આપવા માટે રેલવે તંત્ર દ્વારા બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરીના કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રેલ વ્યવહાર નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આંશિક રદ, માર્ગ પરિવર્તિત અને રિશેડ્યુલ કરેલી ટ્રેનોની યાદી જાહેર કરી છે.

ડબલિંગની કામગીરીને કારણે અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે:

25-02-2026 ના રોજ ભાવનગર-ઓખા એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19209) અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ (22945) રાજકોટ સ્ટેશન પર જ અટકી જશે, એટલે કે રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે.

શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22906) અને તિરુનલવેલી-જામનગર એક્સપ્રેસ (19577) જે 24-02-2026 ના રોજ ઉપડશે, તેમને હાપા સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.

વળતી મુસાફરીમાં, 26-02-2026 ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) અને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (22946) ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.

માર્ગ પરિવર્તન અને સમયમાં ફેરફાર

મુસાફરોએ નોંધ લેવી કે 26-02-2026 ના રોજ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (12905) તેના નિયમિત રૂટને બદલે જેતલસર-ભક્તિનગર થઈને દોડશે. ઉપરાંત, 24-02-2026 ના રોજ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક મોડી ઉપડશે.

રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો

બ્લોકને કારણે કેટલીક ટ્રેનો માર્ગમાં મોડી પડશે:

ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) ને 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ 25 મિનિટ માટે રોકી રાખવામાં આવશે.

માતા વૈષ્ણોદેવી કટડા-જામનગર એક્સપ્રેસ (12478) ને 23 ફેબ્રુઆરીએ 30 મિનિટ રેગ્યુલેટ કરાશે.

26 ફેબ્રુઆરીએ ઓખા-બનારસ એક્સપ્રેસ (22969) ને જરૂરિયાત મુજબ માર્ગમાં વિલંબિત કરવામાં આવશે.

રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર અપડેટ્સ ચેક કરી લે જેથી કોઈ હાલાકી ન ભોગવવી હતી.
📲Get App