🔥 ट्रेंडिंग બોટાદ જિલ્લાની રાણપુર તાલુકાની શ્રીનાન... समाचार चैनल के नाम पर धोखाधड़ी કિલ્લા પારડી સ્કૂલમાં બહેનોની ભાગીદારી... વલસાડ જિલ્લા મજિસ્ટ્રીશ્રી દ્વારા ધાર્... पंजाब के समूह कर्मचारियों ने सरकार प्र... रक्षाबंधन की पूर्व संध्या पर 111 मोबाइ...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી રાજાનગર પ્રાથમિક .શાળા, સાંતલપુરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 27 अग. 2026, 05:52 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી રાજાનગર પ્રાથમિક .શાળા, સાંતલપુરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

સાંતલપુર, તારીખ 27/08/2026

આજ રોજ શ્રી રાજા નગર પ્રાથમિક શાળા, મુ.સાંતલપુર ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી વિજયભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે શાળા ના આચાર્ય શ્રી રોહીતભાઈ સુકલા એવિદ્યાર્થીઓને રક્ષાબંધનનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમમાં બાળાઓએ બાળકોને રાખડી બાંધી, ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના સંબંધને ઉજાગર કર્યો હતો. સાથે જ વૃક્ષોને રાખડી બાંધીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રાખડી બનાવવાની કૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.

આ પ્રસંગે શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App