🔥 TRENDING Mizoram Requests Higher Central Grants... Assam CM flags new Myanmar‑Arunachal‑T... Arunachal Pradesh Issues New Recruitme... India-China Relations Timeline Release... J&K Government Grants Quasi-Permanent... J&K Minister Altaf Bukhari Blames Gove...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોમાઈ મોરા થી બેચરાજી જતી બસના ડ્રાઈવરની બેદરકારી! ચાલુ બસે ફોન પર વાતો, મુસાફરોના જીવ જોખમમાં રાપર તાલુકા ના મોમાઈ મોરા થી બેચરાજી જતી એસ.ટી. બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે.

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 25 Aug 2026, 08:40 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોમાઈ મોરા થી બેચરાજી જતી બસના ડ્રાઈવરની બેદરકારી! ચાલુ બસે ફોન પર વાતો, મુસાફરોના જીવ જોખમમાં રાપર તાલુકા ના મોમાઈ મોરા થી બેચરાજી જતી એસ.ટી. બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, બસના ડ્રાઈવરે ચાલુ બસે મોબાઈલ ફોન પર વાતો કરીને ડઝનબંધ મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા.
પ્રત્યક્ષદર્શી મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ મોમાઈ મોરા થી ઉપડ્યા બાદ સમગ્ર રસ્તા દરમિયાન ડ્રાઈવર એક હાથે સ્ટીયરિંગ અને બીજા હાથે ફોન પર વ્યસ્ત હતો. બસ પૂરપાટ ઝડપે જતી હોવાથી મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અનેક મુસાફરોએ ડ્રાઈવરને ટોક્યા છતાં પણ તેણે ફોન મુક્યો ન હતો.
મહત્વનું છે કે આ રૂટ પર અવર-જવર વધુ રહે છે અને રસ્તા પર ખાડા-ખૈયા પણ છે. આવા સંજોગોમાં ચાલુ બસે ફોન પર વાત કરવી એ ખૂબ જ જોખમી છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
મુસાફરોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આવા બેદરકાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તમામ ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવે.
જો તંત્ર હજુ પણ નહિ જાગે તો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તેની જવાબદારી કોની
📲Get App