🔥 TRENDING Dhruv Vikram Returns to Action as Trad... Actor Murali Sharma Reveals He Never H... Telugu Actors Slam 'Pan-India' Label a... Tripura initiates modern border‑fencin... Tripura Minister Says Artificial Blood... Congress MLA Predicts BJP’s Fall in Tr...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: નરોડા પાટીયામાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, ૨.૧૫ લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
Crime

અમદાવાદ: નરોડા પાટીયામાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, ૨.૧૫ લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 12:00 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા પાટીયા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે નરોડા પાટીયા વિસ્તારમાં આવેલા શ્યામ સુંદર એસ્ટેટના એક શેડમાં મેગા દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે ૧૮૦ એમ.એલ.ની ક્ષમતા ધરાવતી વિદેશી દારૂની ૧,૩૩૬ પ્લાસ્ટિકની બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૨.૧૫ લાખથી વધુ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી કુબેરનગરના રહેવાસી ૩૨ વર્ષીય વિશાલ રાઠોડ નામના શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસે દારૂ અને એક મોબાઈલ ફોન મળીને કુલ ૨,૨૦,૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
📲Get App