🔥 TRENDING RSSB Driver 2026 Exam Results Released... Actor Gajraj Rao Says Badhaai Ho Was L... Tamil Nadu Weather Alert: New Low‑Pres... Tamil Nadu Clinch Ranji Trophy Win wit... DVAC raids 25 sites in Tamil Nadu in p... Cabinet approves 3% dearness allowance...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની કડક કાર્યવાહી: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે લાલ આંખ
Local

અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની કડક કાર્યવાહી: બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે લાલ આંખ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 10:28 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ રિવરફ્રન્ટ પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેર પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર ખાસ ચેકિંગ પોઈન્ટ બનાવીને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ વિશેષ ઝુંબેશ દરમિયાન મુખ્યત્વે જે વાહનો પર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનો નંબર પ્લેટ વગર રસ્તા પર દોડી રહ્યા છે, તેવા વાહનચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસના આ સઘન ચેકિંગને કારણે ટ્રાફિકના નિયમો તોડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિયમોનું પાલન કરવું દરેક વાહનચાલકની ફરજ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કડક કામગીરી ચાલુ રહેશે.
📲Get App