🔥 ट्रेंडिंग અંકલેશ્વરમાં રબી-ઉલ-અવ્વલના પવિત્ર પર્... आंध्र प्रदेश में 10,060 सरकारी नौकरियो... इथेनॉल के बढ़ते उपयोग से भारत में चीनी... इंस्टाग्राम के माध्यम से पाकिस्तानी गै... उदयपुर में सिविक चुनाव मॉडल कोड के तहत... सीजेपी ने राजस्थान में वरिष्ठ नेताओं स...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજુલા-પીપાવાવ રોડ પર હિટ-એન્ડ-રન: અજાણ્યા વાહનની ટક્કરથી બે લોકો ઈજાગ્રસ્ત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai Kanubhai 🗓 22 अग. 2026, 11:58 PM 👁 14
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા-પીપાવાવ બ્રિજ પાસે એક અજાણ્યા ફોર-વ્હીલર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

રાજુલા-પીપાવાવ બ્રિજ વિસ્તારમાં હિટ-એન્ડ-રનની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક અજાણ્યા ફોર-વ્હીલર ચાલકે પૂરપાટ ઝડપે આવીને એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે.
નોંધ : આ ફોટો AI નાં માધ્યમ થી બનાવેલો છે.
📲Get App