🔥 ट्रेंडिंग जॉन अब्राहम ने शुरू किया ‘गुरु’ थ्रिलर... इम्फाल टाइम्स ने मणिपुर में मानदंड उल्... राहुल गांधी ने मणिपुर में नगा‑कुकी संघ... इम्पाल टाइम्स ने 21 सितम्बर को प्रतिबि... मेज़ोरा के मावसिनराम‑चेरापुंजी में जलस... मैखुली के निवासियों ने 2022 सीमा समझौत...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના માનસી સર્કલ પાસે રસ્તા પર મોટો ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં
स्थानीय

અમદાવાદના માનસી સર્કલ પાસે રસ્તા પર મોટો ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 05:26 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા માનસી સર્કલ પાસે રસ્તામાં અચાનક ભુવો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર ભુવા પડવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા માનસી સર્કલ પાસે રસ્તાની વચ્ચે અચાનક મોટો ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભુવો પડવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પડેલા આ મોટા ગાબડાને કારણે અકસ્માતનો ભય પણ ઉભો થયો હતો.

ઘટનાની જાણ થતા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રના કર્મચારીઓ દ્વારા ભુવાને પૂરવાની અને રસ્તાને ફરીથી વ્યવસ્થિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ટ્રાફિકને પૂર્વવત કરી શકાય.
📲Get App