🔥 ट्रेंडिंग रेलवे बोर्ड ने 103 विरासत स्टेशनों की... शेफ ने बताया प्याज पराठा बेलते समय चिप... गूगल के सीईओ सुन्दर पिचाई ने विश्व फ़ो... मुंबई के दत्त नगर में किशोर चालक ने दो... सोनिया गांधी की आगामी आत्मकथा पर राहुल... झारखंड HC ने राज्य सरकार के JPSC परीक्...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહુવા: સ્વામિનારાયણ માર્ગ પર બિનખેતી જમીન પર મંજૂરી વિના આનંદ મેળાનું આયોજન, સ્થાનિકોમાં ભારે રોષ

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 20 अग. 2026, 04:34 PM 👁 6
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આનંદ મેળો શરૂ થતા ૨૦ હજાર રહીશોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત સ્વામિનારાયણ માર્ગ નજીક સૂર્યદીપ સોસાયટી અને આસપાસના ગીચ રહેણાંક વિસ્તારમાં ખાનગી જમીન પર શરૂ થઈ રહેલા 'આનંદ મેળા' સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે ૨૦ હજારથી વધુ નાગરિકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લોકોના આરોગ્ય અને સુરક્ષાને નેવે મૂકીને મેળો શરૂ કરવાની તૈયારીઓ સામે રહીશોએ ગંભીર આક્ષેપો કર્યા છે.

સૂર્યદીપ સોસાયટીના રહીશ હર્ષ કટારીયા સહિતના સ્થાનિકોએ જણાવ્યું છે કે, આ ખાનગી ખેતીની જમીન છે જેનું હજુ બિનખેતી (N.A.) પણ થયેલું નથી. સક્ષમ અધિકારીઓની મંજૂરી વગર જ સ્થળ પર જોખમી એમ્યુઝમેન્ટ રાઈડ્સનું ફિટિંગ શરૂ કરી દેવાયું છે. રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના બાદ સુરક્ષાના કડક નિયમો હોવા છતાં, આ મેળા માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આર.એન્ડ.બી. ફિટનેસ અને ફાયર NOC જેવી પ્રાથમિક મંજૂરીઓ મેળવવામાં આવી છે કે કેમ તે અંગે તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં છે.

સ્થાનિકોએ ટ્રાફિક, ધ્વનિ પ્રદૂષણ, જાહેર સ્વચ્છતા અને મહિલા સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. સાંકડા રસ્તાઓ પર ભીડને કારણે ઈમરજન્સી સેવાઓ માટે અવરોધ ઊભો થવાની ભીતિ છે. અગાઉ પણ વિરોધને કારણે આ જગ્યાએ મેળો રદ કરવામાં આવ્યો હતો, છતાં ફરીથી આયોજન થતા લોકોમાં આક્રોશ છે.

રહીશોની માંગ છે કે જો આ મેળો નિયમો અને કાયદેસરની પરવાનગી વગર ચાલતો હોય, તો તુરંત રાઈડ્સનું કામ અટકાવી મંજૂરી રદ કરવામાં આવે. હવે મહુવા નગરપાલિકા, મામલતદાર અને પોલીસ પ્રશાસન આ મામલે શું કડક કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.
📲Get App