🔥 TRENDING ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર... రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... અમેરિકા સ્થિત ઉદયનભાઈ પટેલ પરિવારે શ્ર... రిమ్స్ ఘటన బాధాకరం: డీసీసీ అధ్యక్షుడు...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમસ્ત ખારવા સમાજ પ્રમુખ વેરાવળ જીતુભાઈ કુહાડા નું સન્માન
Local

સમસ્ત ખારવા સમાજ પ્રમુખ વેરાવળ જીતુભાઈ કુહાડા નું સન્માન

✍️ Reporter: Sudip Gadhiya 🗓 18 Aug 2026, 11:34 AM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાનું હરસોલા બંધુઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવાનો કાર્યક્રમ ખારવા સમાજની વંડી મુકામે યોજાયો હતો. શ્રી જીતુભાઈએ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાઈને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

આ કાર્યક્રમમાં ગોલારાણા સમાજના હરસિદ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ હરસોલાના પ્રતિનિધિ તરીકે તેમના પરિવારના અગ્રણીઓ સર્વશ્રી કપિલભાઈ હરસોલા, ભરતભાઈ હરસોલા, ઉમેશભાઈ હરસોલા તેમજ પરેશભાઈ હરસોલા ઉપસ્થિત રહ્યા.

શ્રી જીતુભાઈનું શાલ, હારતોરા અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. આ સમયે હરસોલા પરિવાર દ્વારા શ્રી જીતુભાઈને ઉત્તરોત્તર સમાજ સેવાના કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App