🔥 ट्रेंडिंग સુરતની કતારગામમાં 214 તપેલા ડાઈંગ એકમો... સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદની એન. કે. હાઈસ્કૂલમાં વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ
शिक्षा

પેટલાદની એન. કે. હાઈસ્કૂલમાં વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ

✍️ रिपोर्टर: Samir Malek 🗓 11 जुल. 2026, 11:53 PM 👁 101
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એન. કે. હાઈસ્કૂલ, પેટલાદ ખાતે વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન કરવામાં આવ્યું.

એન. કે. હાઈસ્કૂલ, પેટલાદ ખાતે વાલી મિટિંગ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ શાળાના નોન-ગ્રાન્ટેડ વિભાગ દ્વારા ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન, સર્વાંગી વિકાસ, નિયમિત હાજરી તેમજ આગામી શૈક્ષણિક આયોજન અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો.
📲Get App