🔥 ट्रेंडिंग IMD के अध्ययन से पता चला, महाराष्ट्र क... मोना अग्रवाल ने एशियाई पैरागेम्स 2026... संदीप, हेन के स्वर्ण से भारत ने एशियन... सिरिया ने पाकिस्तान को चौंकाया, रावलपि... भारत महिला टीम ने ज़िम्बाब्वे को 9 विक... अमित मिश्रा के अनुसार, विराट कोहली ने...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા  પૂજા, ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાયો

વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા પૂજા, ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાયો

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 17 अग. 2026, 06:00 PM 👁 95
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વેરાવળ ખાતે વર્ષોની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદીના કાંઠે આવેલા શ્રી શીતળા માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ-સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન, આરતી, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી મંત્રી નારણભાઈ બાંડીયા, હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, સહિતના સમાજના પંચ-પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ-બહેનોએ જોડાઈને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.
📲Get App