🔥 ट्रेंडिंग रंगपुर के ग्रामीणों ने नंदनवाड़ी पंचाय... ધારી શહેરમાં મેઘરાજાની મહેર: ધીમી ધારે... राज्यात दुष्काळाचे सावट; ३३ टक्क्यांहू... डुमरी मठिया गांव की जर्जर सड़कों का नि... लकी अली ने 7 साल बाद बॉलीवुड में वापसी... टाइम्स ऑफ इंडिया ने 'नी वैले' गीत का ल...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં યુવા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન
राजनीति

હિંમતનગરમાં યુવા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 अग. 2026, 06:14 PM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં યુવા ભાજપે કોંગ્રેસના કાર્યાલયમાં 'વંદે માતરમ'ના અપમાનજનક વલણના વિરોધમાં પૂતળા દહન કર્યું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોકમાં આજે સાંજે યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં 'વંદે માતરમ'ના સંપૂર્ણ ગાન પ્રત્યે થયેલા અપમાનજનક વલણના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલા, જિલ્લાભાજપના મહામંત્રી બિપીનભાઈ ઓઝા, સાબરકાંઠા જિલ્લા યુવા મોરચા પ્રભારી મહેશ્વરીભાઈ, પ્રદેશ ગુજરાત સોશિયલ યુવા મોરચાના સહ મીડિયા કન્વીનર મંથનભાઈ પંચાલ, પ્રમુખ યુવા મોરચા હિંમતનગર શહેર શ્રેયાંસભાઈ બારોટ, યુવા મોરચાના તાલુકા પ્રમુખ ભાવિકભાઈ રબારી તથા શહેર તાલુકા યુવા મોરચાના મહામંત્રીઓ અને યુવા મોરચા કાર્યકર્તા હાજર રહ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
📲Get App