🔥 ट्रेंडिंग झारखंड के छात्र ने भूख हड़ताल शुरू की,... झारखंड के प्रदर्शनकारियों ने राहुल गां... डेलि 2047 तक भारत का नेतृत्व करेगा, कह... 5 दिन प्रतीक्षा के बाद मालिक के बाहर न... उत्तराखंड ने मंत्र चिकित्सा पर वैज्ञान... दो युवाओं ने खम्मम के ढाबे में घुसकर श...
16 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 16 अग. 2026, 08:31 AM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય

રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી

દેવગઢ બારિયા ખાતે આવેલી રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે 15 ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગોથી શોભી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ કલાલના માતુશ્રી શ્રીમતી ભાનુબેન ભરતભાઈ કલાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા સમગ્ર વાતાવરણ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ મનમોહક દેશભક્તિ ડાન્સ કાર્યક્રમ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહ, મહેનત અને આત્મવિશ્વાસ સાથે પોતાની કળાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને શિક્ષકો, વાલીઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

શાળાના જણાવ્યા મુજબ, આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, એકતા, શિસ્ત તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે આદરની ભાવના કેળવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને યાદગાર રહ્યો હતો.

જય હિન્દ! 🇮🇳
વંદે માતરમ્! 🇮🇳
📲Get App