🔥 TRENDING Rajinikanth Marks 51 Years in Film wit... Ranveer Singh Starts Shooting for New... Ranveer Singh Starts Filming for Jai M... Telangana Today Releases New Feature o... Telangana CM Accuses BRS Leaders of ‘O... Kerala Jail Deploys AI-Powered Smart S...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ‘રંગ કસુંબલ લોકડાયરો’ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 09:16 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ‘રંગ કસુંબલ લોકડાયરો’ યોજાયો

લોકસંગીત, લોકસંસ્કૃતિ અને દેશભક્તિના રંગે રંગાયું અમરેલી; નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લોકડાયરો માણ્યો

અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, રોજગાર કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ

અમરેલી

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી મુકામે કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને લોકસંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બને તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શ્રેણીના ભાગરૂપે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર કમીશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આયોજિત ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને વંદે માતરમ્નાં ૧૫૦ વર્ષ અંતર્ગત ‘રંગ કસુંબલ લોકડાયરો’નું આયોજન કરવામાં આવ્યું હતું.

રંગ કસુંબલ લોકડાયરામાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લોકડાયરામાં લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, શ્રી ઉર્વશી રાદડીયા, શ્રી વિવેક સંચલા અને શ્રી વિજયદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોએ પોતાની લોકગીતો અને લોકસંગીતની પ્રસ્તુતિથી ઉપસ્થિત જનસમુદાયને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
📲Get App