🔥 TRENDING નવરાત્રીના પ્રથમ દિવસે PI સુખવિંદરજી ગ... કડિયાળી નજીક ખેડૂતો દ્વારા રેલવે ટ્રેન... मुनेश भाई को विजय बनाने का आह्वान Death Toll in Recent Manipur Violence... Meghalaya CM Unveils Early Childhood D... Madhya Pradesh High Court Restores Bho...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના જામળામાં ચાલતી કારમાં આગ, ત્રણ જણા સલામત
Local

હિંમતનગરના જામળામાં ચાલતી કારમાં આગ, ત્રણ જણા સલામત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Aug 2026, 01:50 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના જામળા વિસ્તારમાં એક ચાલતી કારમાં આગ ફાટી નીકળતાં ત્રણ જણા સલામત રહ્યા. સમયસર કારમાંથી બહાર કૂદી પડવાથી મોટી દુર્ઘટના ટળી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા વિસ્તારમાં એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી જ્વાળાઓ નીકળવા લાગી, જે જોઈ કારમાં સવાર ચાલક સહિત ત્રણેય જણા તાત્કાલિક કારમાંથી બહાર કૂદી પડ્યા હતા.

સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જવાના કારણે ત્રણેય જણા મોટી દુર્ઘટના ટળતાં સહીસલામત રહ્યા હતા અને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે આગની જ્વાળાઓ જોઈ કાર સવારો સહિત આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાની રીતે આગ બુઝાવવા નો પણ પ્રયત્ન કર્યોહતો. તે સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી હતી.

ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App