🔥 ट्रेंडिंग मल्लिकार्जुन खार्जे गोवा में कांग्रेस... गांव सरकार ने स्थिर ईंधन आपूर्ति की पु... नागालैंड डियर लॉटरी के 15 अगस्त 2026 क... उत्तरपूर्व भारत में 80वां स्वतंत्रता द... उपाध्यक्ष राधाकृष्णन ने नागालैंड के यु... इंडिया के स्वतंत्रता दिवस पर IIOJK और...
16 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ : રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 अग. 2026, 09:28 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને વધાવવા અમરેલી સજ્જ : રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું શહેર

અમરેલી, ૧૩ ઓગસ્ટ
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે સમગ્ર અમરેલી શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે આયોજન અને સજાવટ કરવામાં આવી છે.

શહેરના મુખ્ય રાજમાર્ગો, સરકારી ઇમારતો અને મહત્વના સ્થળો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યા છે. રાત્રિના સમયે આ આકર્ષક સુશોભન થકી સમગ્ર અમરેલી વધુ રળિયામણું બન્યું છે.

આ રાષ્ટ્રીય મહાપર્વને બિરદાવવા અને રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગીદાર બનવા માટે અમરેલીવાસીઓમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App