🔥 ट्रेंडिंग કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં ૮૦મા સ્વ... શ્રી માનગઢ પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ... नई नियमों से भारतीय टीवी चैनलों पर विज... अवारापन 2 का पहला दिन राजस्व 22 करोड़,... अवारापन 2 का शानदार पहला दिन: इमरान हा... सुरीय की ‘विश्वनाथ एंड सन्स’ ने ओपनिंग...
15 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સ્ટોરનો પ્રારંભ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 अग. 2026, 09:16 AM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સ્ટોરનો પ્રારંભ

અમરેલીના રાજકમલ ચોક નજીક આયુર્વેદિક હોસ્પિટલ પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત અનાજ, શાકભાજી અને કઠોળ સહિતના ઉત્પાદનો ઉપલબ્ધ થશે

અમરેલી, તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી શહેરના રાજકમલ ચોક નજીક આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશો નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સ્ટોરનો ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સ્ટોરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, શાકભાજી, કઠોળ સહિતના વિવિધ કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ રહેશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશો સીધી નાગરિકો સુધી પહોંચે તે દિશામાં આ સ્ટોર મહત્વપૂર્ણ બની રહેશે.

આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે જમીનની ફળદ્રુપતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે. ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત પેદાશોને યોગ્ય બજાર મળી રહે અને વધુમાં વધુ નાગરિકો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો લાભ લે તે માટે આવા વેચાણ કેન્દ્રો ઉપયોગી સાબિત થશે.

સ્ટોરના પ્રારંભ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી મહેશ ઝીડ, શ્રી ચાવડા સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App