🔥 TRENDING પડધરીમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસ... Aunt of Deceased Cheerleader Anna Kepn... Actor Alexander Westwood Arrested in S... Andrew Set to Receive £500,000 After L... AI Generates First Song Without Human... The Times of India Highlights New Song...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પાનમ નદીમાં નવા પાણીની આવક થતા નદી બે કાંઠે

✍️ Reporter: Burhaan sibhai 🗓 12 Aug 2026, 10:28 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જીલ્લામાં બે દિવસ થી સતત વરસી રહેલા વરસાદ ને પગલે લુણાવાડા નગર માંથી પસાર થતી પાનમ નદી માં નવા નીર ની આવક થઈ છે નદીકાંઠા ના ગામો અને ઉપરવાસ માં સતત વરસી રહેલ વરસાદ ને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે પાનમ નદી લુણાવાડા નગર ને પીવાનું પાણી પૂરું પાડતી હોવાને લીધે નદીમાં ભરપૂર પાણીની આવક થતા નગરજનો માં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે નદીના પર બંધાયેલા પાનમડેમ ના ઉપર વાસ માં પણ સારો વરસાદ થતાં ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ડેમ લગભગ ભરાઈ ગયો છે ડેમ માં ભરપૂર માત્રા માં પાણી આવ્યું હોવાથી આસપાસના ગામો ના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે
📲Get App