🔥 TRENDING बिहिया में मारपीट की दो अलग-अलग घटनाओं... વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે ભરૂચના ડૉ. ભ... संघर्ष महिला मंच की वार्षिक आमसभा आयोज... ‘ਸਾਡੇ ਬਜ਼ੁਰਗ, ਸਾਡਾ ਮਾਣ’ ਤਹਿਤ 14 ਅਕਤੂਬਰ... Meghalaya Man to Take SSLC Exam After... Tripura Admin Launches Mask Enforcemen...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યમાં ભેળસેળ કરનારા ફૂડ માફિયાની કમર તોડી નાખીશું: આરોગ્ય મંત્રી પાનશેરિયા
Food

રાજ્યમાં ભેળસેળ કરનારા ફૂડ માફિયાની કમર તોડી નાખીશું: આરોગ્ય મંત્રી પાનશેરિયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 10 Aug 2026, 11:21 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમાં ભેળસેળ કરનારા ફૂડ માફિયાની કમર તોડી નાખીશું: આરોગ્ય મંત્રી પાનશેરિયા
​અમરેલી:
રાજ્યમાં પનીર, ઘી, બટર સહિતના ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે રાજ્ય સરકારે વ્યાપક અભિયાન શરૂ કર્યું હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું. અમરેલી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને આવા તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
​આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યના ૭૪ સ્થળોએ તપાસ કરવામાં આવી છે, જેમાં અંદાજે ૧ હજાર કિલો જેટલી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. પનીર, ઘી, બટર તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભેળસેળ કરનારાઓ સામે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જરૂરી હોય ત્યાં ગુનો નોંધવાથી લઈને કાયદા મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
​આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં સતત ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી ચાલુ રહેશે. આગામી દિવસોમાં પણ આ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે અને ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.
​તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનું વેચાણ થતું જણાય તો તેની જાણ તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવી જોઈએ. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને તેમને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
📲Get App