🔥 TRENDING Ujjain: High Tension Wire Falls, Elect... 3-Year-Old Boy from Jhabua Dies After... Ajmer Teacher Accused of Blackmailing... Datia Bypoll on July 30: Tight Contest... Himachal Farmers Embrace Litchi Cultiv... Bankipur Bypoll: BJP Faces Internal Di...
06 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉપલેટામાં વધુ વરસાદ પડવાના કારણે રોડ રસ્તામાં ભુવાઓ પડ્યા
National

ઉપલેટામાં વધુ વરસાદ પડવાના કારણે રોડ રસ્તામાં ભુવાઓ પડ્યા

✍️ Reporter: Vijay Radiya 🗓 06 Jul 2026, 11:00 AM 👁 7

ઉપલેટા ના રસ્તા ઉપર વરસાદના ખાડા

ઉપલેટામાં ભુગર્ભ ગટરની કામગિરી પર ઉઠ્યા સવાલ અનેક જગ્યાએ મસમોટા ભુવાઓ પડતા વાહનો ફસાયા

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી જી. યુ. ડી. સી. ના ચાલી રહેલા ભુગર્ભ ગટર અને નલ સે જલ ના કામમા ભ્રષ્ટાચાર થવાના અનેકવાર અહેવાલો પ્રસિધ્ધ થયા છે એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ કામને લઈ સ્થાનિક લોકો અને વીરોધ પક્ષ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા નબળી કામગીરી થતી હોવાની અનેક ફરિયાદો શહેરમાંથી ઉઠી રહી છે. જ્યારે ચોમાસાની શરૂઆત પણ થઈ ન હતી ત્યારે પણ સ્થાનિક લોકો અને શહેર કોંગ્રેસ દ્વારા પ્રીમોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ કામગીરી ન કરી હોય અને રોડ રસ્તાની હાલત જેમની તેમ હોવાથી પહેલા વરસાદમાં જ શહેરના અનેક રસ્તાનું ધોવાણ થયુ છે એટલુંજ નહીં પણ ભુગર્ભ ગટરની નબળી કામગીરીથી અને નબળા પેચવર્ક થી શહેરમાં 40 થી વધુ જગ્યાઓ પર મસમોટા ભુવાઓ પડ્યા છે જેમાં એસ.ટી.બસ સહિત અનેક વાહનો ફસાયા હતા અને લોકોને આર્થિક અને શારીરિક નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો
હજુ તો ચોમાસાની ઋતુના પહેલા વરસાદની શરૂઆતમાંજ શહેરના અનેક વિસ્તોરોમાં આવા બનાવો જોવા મળ્યા છે ત્યારે લોકોનું કહેવું છે કે હજુ આખું ચોમાસું બાકી છે તો શું હજુ તંત્ર ઘોર નિંદ્રામાં જ રહશે જે કે પછી પ્રજાના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવશે? પણ હાલ તો ઉપલેટા શહેરમાં દરરોજ વાહનો ફસાવાનો સિલસિલો શરૂ થયો છે અને સરકારી તંત્ર આરામ ફરમાવી રહ્યું છે





અહેવાલ વિજય રાડીયા ઉપલેટા